Monday, November 30, 2009

ઘડ્વૈયા મારે NRI નથી થાવું

પશુઓના ડોક્ટર પાસે એક માણસ એક વાર ગયો .
દર્દી : હું એક મહીનાની વેકેશન પર આવ્યો છું અને મારે મારી બરાબર સારવાર કરાવવી છે .
ડોક્ટર: તમારે સામેના ડોક્ટર પાસે જવું જોઇએ . હું તો પશુઓનો ડોક્ટર છું .
દર્દી : ના હું તમારી પાસે આવ્યો છું , તે બરાબર છે .
ડોક્ટર: અરે , ભાઇ તમે તો માણસ જેવા લાગો છો . છતાં કેમ આમ બોલો છો ?
દર્દી : હું કુતરાની જેમ આખી રાત મારા કામના ઢસરડાને યાદ કરીને જાગું છું .
ઘોડાની જેમ સવારે વહેલો ઉઠી જાઉં છું .
હરણની જેમ જોબ પર જવા દોડું છું .
આખો દીવસ ગધેડાની જેમ કામ કરું છું .
વરસના બારે મહીના ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરું છું .
મારા બોસની આગળ પુંછડી પટપટાવું છું .
મારા બાળકોની સામે વાંદરાની જેમ નાચું છું .
મારી બૈરી આગળ સસલા જેવો નરમ ઘેંશ થઇ જાઉં છું .
ડોક્ટર : અરે ! તમે અમેરીકામાં કામ કરો છો ?
દર્દી: હા જ તો વળી .
ડોક્ટર : આ પહેલેથી કહેવું જોઇએને ? ચાલો કહો , તમારે શી તકલીફ છે ? મારા સીવાય બીજું કોઇ તમારી સારવાર કરી નહીં શકે.

No comments:

Post a Comment