ખુશીયોથી ભરાયુ ઘર જ્યારે જનમ થયો મારો,
જોઇને સહું કહે આતો દેખાય છે બહુ જ સારો,
આઠ થી નવ મહિના તો ખોળે થી ખોળે ફર્યો,
ચાલતા સીખું માટે કેટ્લોય પ્રસાદ પ્રભુને ધર્યો,
ચાલ્યોને દોડ્યોય ઘણું ને ઘરમાં આવી સાઇક્લ,
ચલાઇને એ મોટો થયો ને બદ્લાઇ ગઇ સકલ,
ભણવામાં રહ્યો સારોને અગિયારમામાં મળ્યું સ્કુટી,
કોલેજમાં બેસાડતા શરમ આવે જો મળે કોઇ બ્યુટી,
પછીતો મળી ચકચકીત બાઇક ને ચકાચક ફ્રેન્ડ,
લાઇફ સ્ટાઇલ બદલાઇ વાપરવા લગ્યો સારી બ્રેંડ,
રે-બેન સનગ્લાસ લી જીન્સ અને શુ વુડલેન્ડના,
પીઝાહટના પીઝા અને બીજા નાસ્તા ફ્રીઝલેન્ડના,
સારા માર્કસ સારી નોકરી ને આવક કદીના ખુટી,
ફેમિલિ થયું મોટું એટલે લાવી દીધી ગાડી મારૂતી,
સ્ટેટસની સામે ગાડી જોઇ લોકોતો કાઢે છે ડોળા,
નવો ધંધો ચાલે છે મસ્ત વસાવી લીધી સ્કોડા,
ફર્યાતો ઘણુંય પણ હવે થોડુ ઓછું લાગે છે કમ્ફર્ટ,
મર્સિડિઝ લાવ્યો બેંક પણ આપે છે લોન ફટ ફટ,
બાવન વર્ષ સુધી સ્ટેટસને વાહન સમ્યાંતરે બદલ્યું,
પછી ર્ડાક્ટરની વાતો સાંભળી મારૂં મોંઢું બગડ્યું,
કાર ફેરવ્યા કરતાં સાઇકલ ચલાવી થાકોતો સારૂં,
હવેતો રોજનું ચાર પાંચ કિલોમીટર ચાલોતો સારૂં,
શરૂઆત કરીથી ત્યાંજ પાછો ફરીફરીને આવી ગયો,
લો વાતો કરતાં કરતાંજ કેટલીય દવા ચાવી ગયો...
No comments:
Post a Comment