Monday, April 20, 2009

ગર્વથી કહો હુ છું અમદાવાદી

ગર્વથી કહો હુ છું અમદાવાદી

ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,કઇંક થાય ને મળવા આવે દોસ્ત દસબાર,
ક્યાં એવી પોપટી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,

ક્યાં મળે સસ્તી CNG બસ, ક્યાં મળે BRTS

ક્યાં મળે આટ્લા દરવાજા અને આટ્લા મહાપુરુશો ના બ્રિજ્,
એની રેસ્ટોરન્ટ મોઘીં ને એના પાન સસ્તા,
અમદાવાદ મા જાત જાત ના લોકો વસતા,
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.

ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે દિકરીઓ આટ્લી ભણવા માં અવ્વલ,
ક્યાં મળે કોઇને મોલ દુકાન આટલી સસ્તી,ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદની વસ્તી..

ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ફટાકડા.
ક્યા મળે C. G. Roadની રંગીલી સાંજ,ક્યા મળે લો-ગાર્ડનની ચટાકેદાર રાત ,

ક્યા મળે ક્લબોની મજા, ક્યા મળે મોડી રાતોની રજા,
ક્યા મળે હોનેસ્ટ જેવુ પાવ-ભાજી, ક્યા મળે પ્રભુ જેવુ પાન,
ક્યા મળે ફ્રિજલેન્ડ જેવી સેંડ્વિચ, ક્યા મળે શમ્ભુ જેવી કોફી,

ક્યા મળે ટેન જેવી નાન, ક્યા મળે ભગવતી(TGB) ની ચાટ,
ક્યા મળે ઓસવાલ ના ફાફ્ ડા ,ક્યા મળે નવતાડ ના સમોસા,

ક્યા મળે દાસ ની ખમણી, ક્યા મળે ઇન્દુબેન ની વિવિધતા,

અમદાવાદ નો રંગ નીરાળો, અમદાવાદ નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી, તો પણ ગર્વથી કહો હુ છું અમદાવાદી

ભેળસેળ કરનાર રચયિતાઃ- ઉજ્જ્વલ બુચ.

No comments:

Post a Comment